ટ્રમ્પની ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિને કારણે ભારતીય પ્રોડક્ટ્સ પર ઊંચી ટેરિફનો ભય

ટ્રમ્પની ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિને કારણે ભારતીય પ્રોડક્ટ્સ પર ઊંચી ટેરિફનો ભય

ટ્રમ્પની ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિને કારણે ભારતીય પ્રોડક્ટ્સ પર ઊંચી ટેરિફનો ભય

Blog Article

વ્હાઇટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પના પુનરાગમનથી ઓટોમોબાઇલ, ટેક્સટાઇલ અને ફાર્માસ્યુટિકલ્સ સહિતના ક્ષેત્રોના ભારતના નિકાસકારોને ઊંચી કસ્ટમ ડ્યૂટીનો સામનો કરે પડે તેવી શક્યતા છે. વેપાર નિષ્ણાતો ચેતવણી જણાવે છે કે ટ્રમ્પ ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિ અપનાવશે અને તેનાથી આકરી સોદાબાદી કરશે અને વેપાર પર વધારાના અવરોધ ઊભા કરશે.

ટ્રમ્પ H-1B વિઝા નિયમોને પણ આકરી બનાવી શકે છે. તેનાથી ભારતીય આઇટી કંપનીના ખર્ચમાં વધારો થશે. આઇટી કંપનીઓ માટે અમેરિકન બજાર મહત્ત્વપૂર્ણ છે, કારણ કે કંપનીઓ આશરે 80 ટકા નિકાસ અમેરિકામાં કરે છે. તેથી વિઝા નીતિમાં ફેરફારથી કંપનીઓ માટે ગંભીર ચિંતા ઊભી થશે.

ટ્રમ્પે અગાઉ ભારતને ‘ટેરિફનો દુરુપયોગકર્તા’ અને ‘ટેરિફ કિંગ’ દેશ ગણાવ્યો હતો. તેનાથી સંરક્ષણવાદી પગલાંનો ભય ઊભો થાય છે. જોકે ટ્રમ્પ ચીન સામે કડક વલણ અપનાવી શકે છે. તેનાથી ભારતીય નિકાસકારો માટે નવી તકો ઊભી થવાની પણ ધારણા છે.

 

Report this page